કોના ભગવાન જીત્યાં અને કોના હાર્યા?

કોના ભગવાન જીત્યાં અને કોના હાર્યા?

જયારે તમે અને હું દલીલબાજી પર ઉતર્યા

અને હું જીત્યો

શું એનો મતલબ એ છે કે મારા ભગવાન

કુશળ છે ભાષા અને તર્ક ની બાબતે?

જયારે તમે અને હું લડ્યા

અને તમે ચુપ રહ્યાં

શું એનો મતલબ એ છે કે તમારા ભગવાન

બુમબરાડા કરવા માં નિપુણ ન હતાં.

જયારે તમે અને હું પથ્થરમારો કરી જગ્ડ્યા

અને તમારા પથ્થરએ મારું માથું હણી નાખ્યું

શું એનો મતલબ એ છે કે તમારા ભગવાન

ઉત્તમ નિશાને બાજ હતાં?.

જયારે તમે અને હું ક્રિકેટ ના મેદાને ચડ્યા

અને મારા બાઉન્સરે તમારું માથું ફાડી નાખ્યું

શું એનો મતલબ એ છે કે મારા ભગવાન

બદમાશ હતાં?

જયારે તમે અને હું ગાઢ પ્રેમ માં પડ્યા

અને આપણે એની ભયાવહ સજા ભોગવી

શું એનો મતલબ એ છે કે આપણા ભગવાન

હેત ના વિરોધી હતાં?

અને જયારે અંતમાં

તમે અને હું

એકબીજા ના અણુબોમ્બ થી મોત ને પામ્યાં

શું એનો મતલબ એ છે કે આપણા ભગવાન

સરખાં છે?

Advertisements

One thought on “કોના ભગવાન જીત્યાં અને કોના હાર્યા?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s